મોરબી : મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા વાંકાનેરનો રહીશ માથાભારે શખ્સ ઈરફાન બ્લોચને પાસા હેઠળ ડિટેઈન કરી સુરત લાજપોર જેલ હવાલે કરાયો છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા દારૂ-જુગાર તથા શરીર સંબંધી ગુના આચરવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈરફાન હનીફભાઇ બ્લોચ/મકરાણી (રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર)ને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા અટકાયતી હુકમ અન્વયે ગઈકાલે તા. 29ના રોજ આરોપીને પાસા હેઠળ ડિટેઇન કરી સુરત લાજપોર જેલમાં મોકલવા તજવીજ કરેલ છે.