જેતપર રોડ ઉપર પાવડીયારી મેઈન બજારમાં બનેલી ઘટના, એક ગંભીર, ચારને સામાન્ય ઇજા મોરબી : મોરબી -જેતપર હાઇવે ઉપર આવેલ પાવડીયારી મેઈન બજારમાં મંગળવારે બપોરના સમયે બેકાબુ બનેલા ડમ્પર ચાલકે બજારમાં ઉભેલી એક રીક્ષા અને અન્ય ચારથી પાંચ લોકોને હડફેટે લેતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. સાથે જ સામાન્ય ઇજા પામેલ ત્રણથી ચાર લોકોને જેતપર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી-જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક ભરાતી મુખ્ય બજારમાં મંગળવારે બપોરના સમયે એક ડમ્પર ચાલક બેકાબુ બની ડમ્પર હંકારતા મેઈન બજારમાં ઉભેલી રીક્ષાનો બુકડો બોલાવી દેવાની સાથે બજારમાં ઉભેલા ચારેક લોકોને હડફેટે લેતા અકસ્માતના આ બનાવમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણથી ચાર લોકોને સામાન્ય ઈજાઓ થતા જેતપર આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ એક ગંભીર ઇજાગ્રસ્તને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હોવાનું ઇમરજન્સી 108ના સૂત્રોએ જણાવ્યું હતું.