અકસ્માત સર્જ્યા બાદ કારચાલકે મુઠીઓ વાળી મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજીના મંદિર નજીક બેકાબુ કાર ચાલકે સીએનજી રિક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં રિક્ષામાં બેઠેલા પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાનજી મંદિર નજીક હ્યુન્ડાઇ કંપનીની કાર નંબર GJ 1 KB 0073ના ચાલકે જયેશભાઈ નામના વ્યક્તિની સીએનજી રિક્ષાને હડફેટે લઈ ઉડાવતા રિક્ષામાં બેઠેલા માનસર ગામના સુરેશભાઇ વસરામભાઇ પંસારા દિકરા શામજીને માથા તેમજ જમણા પગમા ઇજા પહોંચાડી હતી જ્યારે ગોવિંદને ડાબા પગ મા ફેક્ચર કરી નાખ્યું હતું. તેમજ અમિત વનુભાઇને શરીરે નાનીમોટી ઇજા કરી સાહેદ યોગેશ રામલાલ પડવીને હેમરેજ તેમજ સાહેદ રસીદ વિજયસિગને માથા તેમજ ડાબા પગ મા ઇજા કરી પોતાનુ વાહન સ્થળ પર મુકી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે સુરેશભાઇ વસરામભાઇ પંસારાની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ MV ACT કલમ-૧૭૭, ૧૮૪ ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કારચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..