સાઉદી અરેબિયામાંથી એન્ટીડમ્પીંગ ડ્યુટી હટે તો ટાઇલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકાય : સીરામીક એસો. પ્રમુખ નિલેશ જેતપરિયા મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ ઉપર એક પછી એક આફતો અવિરતપણે આવી રહી છે. જેમાં કાચા માલમા આવેલા ભાવવધારાની વધુ એક આફતનો ઉમેરો થયો છે. કાચા માલના ભાવ વધ્યા છે તેમ છતાં સીરામીક ઉદ્યોગ ટાઇલસના જુના ભાવ યથાવત રાખવા માટે મજબૂર બન્યું છે. ટાઇલ્સના ભાવમાં વધારો કરવાનો વિચાર સાઉદી અરેબિયામાંથી એન્ટીડમ્પીંગ ડ્યુટી હટયા બાદ જ કરી શકાય તેવું નિષ્ણાંતોનું માનવું છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ સ્વબળે આજે દેશની સીમા ઓળંગીને વિશ્વભરમાં છવાયેલો છે. આ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં નંબર -વનના સ્થાને પહોંચવાનું સામર્થ્ય ધરાવે છે. પરંતુ ત્યાં સુધી પહોંચવાની દોડમા વચ્ચે એક પછી એક સમસ્યા રૂપી વિઘ્નો નડી રહ્યા છે. તાજેતરમાં અતિવૃષ્ટિ અને બાંધકામમાં આવેલી મંદી સહિતના કારણે આ ઉદ્યોગમાં મંદીમા સપડાઇ ગયો હતો. જે ધીમે ધીમે બહાર આવી રહ્યો હોવાના અણસાર મળી રહ્યા છે. તેવામાં આ ઉદ્યોગને વધુ એક મોટો ફટકો પડયો છે. સિરામિક ઉદ્યોગ ટાઇલ્સ બનાવવા માટે કચ્છની માટી અને રાજસ્થાનના અન્ય કાચા માલનો ઉપયોગ કરે છે. તે બંનેમાં અસહ્ય ભાવ વધારો થયો છે. જેના કારણે ટાઇલ્સનું કોસ્ટીંગ ખૂબ ઊંચા ભાવે જઇ રહ્યું છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ટાઇલ્સના ભાવમાં વધારો કરવો તે એક માત્ર વિકલ્પ છે. પરંતુ માર્કેટને ધ્યાનમાં રાખીને સિરામિક ઉદ્યોગ ટાઇલ્સના જુના ભાવને યથાવત રાખવા માટે મજબૂર બન્યું છે. આ અંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું છે કે કાચા માલના ભાવમાં વધારો થતાં સ્વાભાવિક રીતે વ્યવસાયના નિયમ પ્રમાણે ટાઇલ્સના ભાવમાં પણ વધારો કરવાની જરૂર પડી છે. પરંતુ ટાઇલ્સના ભાવમાં વધારો કરી શકાય તેવી સ્થિતિ નથી. જો સાઉદી અરેબિયામા લગાવવામાં આવેલી એન્ટીડમ્પીંગ ડ્યુટી હટે તો જ ભાવ વધારા અંગે વિચારી શકીએ અને તે માટે ઉદ્યોગકારોની બેઠક બોલાવી શકી