મોરબી : શાળા એ જ્ઞાન સાથે સુરક્ષા અને શિસ્તનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સુરક્ષિત અને અનુશાસિત વાતાવરણ ખૂબ જરૂરી છે. તાજેતરમાં ઉમિયા વિદ્યામંદિર આંદરણામાં સી.સી.ટીવી કેમેરા રૂપિયા 50000 /- ના ખર્ચે સ્થાપિત કરવામાં આવ્યા છે. સી.સી.ટીવી કેમેરા દ્વારા શાળાની સુરક્ષા વધુ મજબૂત બની છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા સ્ટાફ સૌ માટે હવે વધુ નિર્ભય અને સુરક્ષિત વાતાવરણ સર્જાયું છે. આ વ્યવસ્થા દ્વારા શાળામાં શિસ્ત જળવાઈ રહેશે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના અટકાવવામાં પણ મદદ મળશે. આ મહત્વપૂર્ણ અને સરાહનીય કાર્ય બદલ દાતા રામજીભાઈ બલુભાઈ પડહારિયા (રાતાભે)નો ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શિવલાલભાઈ સંઘાણી તથા શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. પયોગી સાબિત થશે.