સંપૂર્ણપણે નવા તૈયાર થયેલા રોડ ઉપર ગટર ઉભરાવવાની સાથે ઘૂળના થર જામતા વાહનચાલકોને હાલાકી મોરબી : મોરબી શહેરના હાર્દ સમાં ઉમિયા સર્કલથી બાયપાસ સમયના ગેઇટ સુધી હમણાં જ નવો રોડ બનાવામાં આવ્યો છે. જો કે આ નવો રોડ બનવાથી વાહન ચાલકોની મુશ્કેલીનો અંત આવવો જોઈએ.એના બદલે વાહન ચાલકોની મુશ્કેલી દૂર થઈ નથી. બલ્કે નવા રોડ ઉપર ગટર ઉભરાતા અને ધૂળના થર જામવાથી વધી રહી છે. મોરબીના ઉમિયા સર્કલથી બાયપાસ સમયના ગેઇટ સુધી નવો રોડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે અને વાહન વ્યવહાર પણ ચાલુ થઈ ગયો છે. આ રોડ બન્યાને છ મહિના જેવો સમય થયો છે. પણ આ નવા રોડ ઉપર ઘણા સમયથી વગર વરસાદે પાણી-પાણી જેવી કપરી સ્થિતિ થઈ ગઈ છે. જેમાં ગટરના પાણી સતત નદીના વહેણની જેમ વહે છે અને ગટરના ગંદા પાણી સતત ભરાય રહે છે. તેમજ સાફ સફાઈના અભાવે રોડની બન્ને સાઈડમાં ઘૂળના થર જામી ગયા છે. પરિણામે લોકોને ભારે હાલાકીનો ભોગવવી પડે છે. તેથી સતત ભરાઈ રહેતા ગટરના પાણી આ નવા રોડને પતાવી દે તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..