ચીફ ઓફિસરને જાણ થતાં તુરંત ટિમ દોડાવી મોરબી : મોરબીના ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્ધ્વજ ફાટી ગયાની ફરિયાદ મળતા ચીફ ઓફિસરે તુરંત ટિમ દોડાવી ખંડિત થયેલા રાષ્ટ્રધ્વજને નીચે ઉતરાવી લીધો છે. આ જગ્યાએ હવે નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તૈયારી હાથ ધરાઈ છે. મોરબીના હૃદય સમાન ઉમિયા સર્કલ પર થોડા સમય પહેલા મોરબી નગરપાલિકા દ્વારા દેશની આન બાન શાન સમાં રાષ્ટ્ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એવી ફરિયાદ ઉઠી હતી કે, ઉમિયા સર્કલે ફરકતો રાષ્ટ્ધ્વજ ફાટી ગયો છે. રાષ્ટ્ની ગરીમાંનું ખંડન થઈ રહ્યું હોય ચીફ ઓફિસર ડી. સી. પરમારે તુરંત પાલિકાની ટિમ દોડાવી આ ખંડિત થયેલા રાષ્ટ્રધ્વજને નીચે ઉતરાવી લીધો છે.