ટ્રાફિક સમસ્યા નિવારવા સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી લઈ જિલ્લા પોલીસવડા સુધી લેખિત ફરિયાદમોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ વિસ્તારમાં આવેલા વાણિજ્ય સંકુલોમાં પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો રસ્તા ઉપર વાહન પાર્ક કરતા ટ્રાફિક સમસ્યા ભયંકર હદે વધતા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીથી લઈ જિલ્લા પોલીસવડા સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી છે.મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશ બાંભણીયા અને ચિરાગ સેતાએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મોરબી ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે, મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ આજુબાજુ વિસ્તારમાં અનેક વાણિજ્ય સંકુલ આવેલા છે જેમાં પાર્કિંગ વ્યવસ્થા ન હોવાથી લોકો રોડ ઉપર જ વાહનો પાર્ક કરતા હોય ટ્રાફિક સમસ્યા ભયંકર હદે વધવા પામી છે.વધુમાં મોરબીની ટ્રાફિક સમસ્યા વધતા સામાજિક કાર્યકરો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મોરબી ધારાસભ્ય, જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રજુઆત કરી છે.