મોરબી : દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને પગલે આજે સમગ્ર રાજ્યમાં શોક જાહેર કરાયો છે. જેને પગલે મોરબીના ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો.ભારતના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે મુબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી. તો આજે ગુજરાત સરકારે પણ રતન ટાટાના નિધનથી ગુજરાતમાં એક દિવસનો શોક જાહેર કર્યો છે. જેથી ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજને આજે અડધી કાઠીએ લહેરાવીને શોક પ્રગટ કરવામાં આવ્યો હતો.