મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના આગેવાનોને આ સેવાકાર્યમાં અનુદાન આપવા અપીલમોરબી : મોરબી જીલ્લાના પાટીદાર સમાજના દિકરા તથા દિકરીઓ અમદાવાદમાં રહીને અભ્યાસ કરી શકે તે હેતુસર અમદાવાદના હાર્દ સમા નવરંગપુરા, સ્ટેડીયમ પ રસ્તા વિસ્તારમાં મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ઉમા વિદ્યાર્થી ભવનના બિલ્ડીંગની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં ૧૦૩૨ ચોરસ વાર જમીનમાં ત્રણ માળના ૧૬૫૦૦ ચોરસ કુટના બાંધકામમાં ૩૬ રૂમ છે.મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટની સ્થાપના ૧૯૭૭ માં કરવામાં આવી હતી. જેમાં સંસ્થાનાં સ્થાપક અને આર્યપુરુષો સ્વ.જયરાજભાઈ એ. પટેલ, સ્વ. ઓ.આર. પટેલ, સ્વ. ડો.આંબાલાલ પટેલ, સ્વ. કાનજીબાપા હોથી, સ્વ. એ.એમ.પટેલ તથા સમાજનાં અન્ય શ્રેષ્ઠિઓનાં સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવી હતી.આ સંસ્થા દ્વારા શિક્ષણની સાથે - સાથે આરોગ્ય માટે ઉમા મેડીકલ, ઉમા લેબોરેટરી, ઉમા કલીનીક (રાહતદરે)ની સ્થાપના કરતા સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવી. સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ સાથે સરકારનાં વિવિધ ખાતાઓમાં જી.પી.એસ.સી./યુ.પી.એસ.સી. તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ઉચ્ચ હોદાની નોકરી પ્રાપ્ત કરી શકે એ હેતુસર “પાટીદાર કરીઅર એકેડેમી' (નિઃશુલ્ક)ની સ્થાપના કરવામાં આવી.આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા ઉમા સંસ્કાર ધામમાં (સમાજવાડી) એકી સાથે મોટા બે પ્રસંગ થઇ શકે તેવા બે લગ્ન હોલ તેમજ ર૪ રૂમનું ઉમા અતિથિગૃહ, ઉમા રંગભવન, ઉમિયા માતાજીનું મંદિર તથા ઉમા આદર્શ લગ્ન હોલનું લજાઈ ખાતે નિર્માણ કરીને મોરબીનાં સમાજની વર્ષો જૂની જરૂરીયાત પૂર્ણ કરવા માટેનું સ્વપ્ન પૂરુ કરેલ છે.નવરંગપુરા વિસ્તારમાં યુર્નિવસીટી અને ઘણી બધી કોલેજો આવેલ છે. આ વિદ્યાર્થીભવનમાં રહીને દિકરા દિકરીઓને આવવા જવા માટે મેટ્રોટ્રેનની અને સીટીબસની પણ ખુબ સરસ સુવિધા છે. આ વિદ્યાર્થીભવન નવા થતા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી જ શરૂ કરવામાં આવશે.મોરબી જીલ્લાના પાટીદાર સમાજન વડીલોની દીર્ઘદ્રષ્ટિ અને સમાજના શ્રેષ્ઠીઓના આશીર્વાદથી મોરબીના પાટીદાર સમાજન વર્ષોથી અમદાવાદ ખાતે ઉમા વિદ્યાર્થી ભવન-અમદાવાદ બનાવવાનું અધુરુ સ્વપ્ન પૂર્ણ કરવામાં આવેલ છે. ઉમા વિદ્યાર્થી ભવન-અમદાવાદ નવનિર્માણ નિધી દાન યોજના હેઠળ ઉમા વિદ્યાર્થી ભવન - પ્રથમ માળના મુખ્ય દાતા રૂ.૫૧ લાખ બીજા માળના મુખ્ય દાતા રૂ.૫૧ લાખ, ત્રીજા માળના મુખ્ય દાતા રૂ. ૫૧ લાખ પ્રથમ લિફટના દાતા રૂ.૧૨.૫૧ લાખ, રૂ. બીજી લિફ્ટના દાતા રૂ.૧૨.૫૧ લાખ, ૧ રૂમના દાતા રૂ. ૬.૫૧ લાખ, ૧ ચોરસ વારના ભુમી દાતા રૂ.૧ લાખનું અનુદાન આપી બની શકાશે.ઉમા વિદ્યાર્થી ભવન-અમદાવાદ પરિસરમાં રૂ।.૧,૦૦,૦૦૦/- કરતા વધુ રકમના દાતાઓનું નામ અંકિત કરવામાં આવશે. આપનું યોગદાન ચેક/ડ્રાફ્ટ/RTGS/NEFT થી મોકલી શકાશે. ચેક/ડ્રાફટ કડવા પાટીદાર કન્યા કેળવણીમંડળ-મોરબી'ના નામનો મોકલવાનો રહેશે.RTGS/NEFT A/c Name: KADVA PATIDAR KANYA KELAVANI MANDAL-MORBIA/c No.: 66004809993IFSC CODE: SBIN0062214Bank: STATE BANK OF INDIA-RAVAPAR ROAD BRANCHસંસ્થાને મળતું દાન ઇન્કમટેક્ષ એકટ/80-G હેઠળ કરમુકિત પાત્ર છે. આપનું યોગદાન સંસ્થાની ઓફીસમાં રૂબરૂ અથવા કોન્ટેકટ નં.૯૦૯૯૦૧૮૨૧૮ એ.કે.પટેલનો સંપર્ક કરીને આપી શકશો. તેમ બેચરભાઈ કે. હોથી -પ્રમુખ, ત્રંબકભાઈ એસ. ફેફર- ઉપપ્રમુખ, એ.કે.પટેલ ચેરમેન - ઉમા સંસ્કારધામની યાદીમાં જણાવાયું છે.