આ સ્નેહમિલનમાં સરવડ ગામના વતની 450 જેટલા પરિવારો એકઠા થશે મોરબી : મોરબીમાં તા. 11-1-2026ને રવિવારના રોજ ઉમા સંસ્કારધામ, મોરબી રાજકોટ હાઇવે ખાતે સાંજે 4 કલાકે ઉમા સરવડ સોશિયલ ગ્રુપ મોરબીનું વાર્ષિક સ્નેહમિલન-2026નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્નેહમિલનમાં સરવડ ગામના વતની 450 જેટલા પાટીદાર પરિવારો એકઠા થશે. આ સ્નેહમિલનમાં રાસ ગરબા અને સાંસ્કૃતિ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ સ્નેહમિલન પૂર્ણ થયે સ્વરૂચી ભોજનનું આયોજન કરવા આવેલ.છે. ત્યારે સરવડ ગામના પાટીદાર પરિવારોના જે સભ્યો મોરબીમાં રહે છે તે તમામે પધારવા પ્રમુખ બેચરભાઈ કે. હોથી, મંત્રી હરજીવનભાઈ દેકાવાડિયા, સહમંત્રી શાંતિભાઈ સૂરાણી તથા ઉમા સરવડ સોશિયલ ગ્રુપ મોરબી વતી દિલીપભાઈ એમ. સરડવાની યાદીમાં જણાવાયું છે.