આયુર્વેદિક ટીમ દ્વારા બસ સ્ટેન્ડમાં આવાગમન કરતી બસોનું સેનિટાઈઝેશન પણ કરાયું મોરબી : શ્રાવણ માસના પ્રથમ દિવસે મોરબીના નવા બસસ્ટેશન ખાતે માણેકવાડા આયુર્વેદ ડોકટરની ટીમ દ્વારા એસ.ટી. કર્મચારી અને પસેન્જરોને આયુર્વેદિક ઉકાળા વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બસ ડેપોમાં આવતી જતી બસોને સેનેટાઇઝ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર ડી. આર. શામળ, બીએમએસ પ્રમુખ ડી.એન.ઝાલા, કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા, ટી.આઈ. ડી.એન.મંથર, એ.ટી.આઈ. વાઘુભા ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.