મોરબી : જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શ્રી શક્તિધામ મંદિરના પટાંગણમાં, માધાપર ઓજી રોડ, પંચાસર રોડ અને વાવડી રોડ વચ્ચે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં મોરબી ખાતે શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવ - 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આજે તારીખ 27 સપ્ટેમ્બર ને શનિવારના રોજ રાત્રે ઉદય ધાધલ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.