મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં ઓનલાઈન એપ્લિકેશન લાઈવ ગુરુ ઉપર ક્રિકેટ મેચનો સટ્ટો રમતા બે ઇસમોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી ભાવેશ નારણભાઇ સરવૈયા રહે. 12 લાતીપ્લોટ તેમજ રાજેશ લાલજીભાઈ નકુમ રહે. 3 માધાપર મોરબી વાળાને ઓનલાઈન લાઈવગુરુ એપ્લિકેશન ઉપર ન્યુઝીલેન્ડ શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પકડી પાડી રોકડા રૂપિયા 11,200 તેમજ 12 હજારની કીમતનાં મોબાઈલ ફોન સહિત 23,200ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.