મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર નજીક આવેલ શૈલેષ કાંટા પાસે પગપાળા જઈ રહેલા ઉમેશભાઈ અશોકભાઈ મકવાણા અને તેમના મિત્ર આરીફભાઈ રહે.બન્ને રફાળેશ્વર વાળાઓને ગત તા.9 જુલાઈના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા અકસ્માતના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.