મોરબી : પોલીસ દ્વારા મોરબી શહેરમાં વિવિધ સ્થળેથી બે યુવકોને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યા છે. મોરબીમાં શકિત ચેમ્બર પાસે નારણભાઇ ઉર્ફે લાલો પરસોતમભાઇ સીતાપરા (ઉ.વ. 33) ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની જુદી જુદી સ્કોચ વ્હીસ્કીની 750 એમ.એલ કાચની કંપની સીલબંધ 10 બોટલો (કિ.રૂ. 15,950)નો દારૂ વેચાણ કરવાના ઇરાદે પોલીસને મળી આવતા તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તેમજ પોલીસે દારૂ જપ્ત કરી આગળની તપાસ કરી છે. વધુમાં, મોરબીમાં પોલીસે બાતમીના આધારે પુષ્પરાજસિંહ શક્તિસિંહ જાડેજા (ઉ.વ.26, રહે જલારામ પાર્ક, નવલખી રોડ મોરબી) ને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે મહેશ હોટલવાળી શેરી શનાળા રોડ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી દારૂ સહિતનો મુદામાલ કબ્જે લઈ તેની અટકાયત કરી તેની સામે વિદેશી દારૂની હેરાફેરીનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..