રોગ સાઈડમાં ઘસી આવેલા કન્ટેનર ચાલકે કાળમુખો અકસ્માત સર્જયો વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેરના વઘસિયા ટોલનાકા પાસે આજે બપોરે રોગ સાઈડમાં ઘસી આવેલા કાળમુખા કન્ટેનર ચાલકે ગમખાવ અકસ્માત સર્જયો હતો. જેમાં રોગ સાઈડમાં ઘસી આવેલા કન્ટેનર ચાલકે ડબલ સવાર બાઇકને રીતસર ઉડાવતા બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ વાંકાનેર નજીકના વઘસિયા ટોલનાકા પાસેથી બે યુવાનો આજે બપોરે જી.જે.36 એ.ડી . 2953 નંબરના બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોગ સાઈડમાં ઘસી આવેલા જી.જે. 12 બી.ઝેડ. 5746 નંબરના તોતીગ કન્ટેનર ચાલકે કાળ બનીને આ ડબલ સવાર બાઈક ઉપર ત્રાટકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર ચાલકની હડફેટે ચડી ગયેલા બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં એક યુવાન ડાયાલાલ શિવાભાઈ ઝીઝુવાડિયા અને બીજો યુવાન સુખદેવભાઈ અદગામા હોવાની ઓળખ મળી છે. આ બન્ને યુવાનોમાં એક યુવાન ડાયાલાલ શિવાભાઈ ઝીઝુવાડિયા મોરબીના જીકિયારી ગામના હોવાનું અને બીજો યુવાનસુખદેવભાઈ અદગામા મોરબીના મહેન્દ્રનગરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બે યુવાનોના મોતથી બન્નેના પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બન્ને યુવાનો વાંકાનેરથી મોરબી તરફ કોઈ કામ માટે બાઈકમાં આવતા હોવાનું જાણવા મળે છે. ત્યારે કન્ટેનર કાળ બનીને ત્રાટકતા બન્ને યુવાનોનો ભોગ લેવાયો હતો. આ બનાવની જાણ થતાં વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બન્ને યુવાનોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.