ચોટીલા પૂનમ ભરવા જતા બન્ને યુવકને સારવારમાં ખસેડાયાવાંકાનેર : વાંકાનેર - બામણબોર નેશનલ હાઇવે પર ગત તા.29 જુનના રોજ ટંકારા તાલુકાના ભૂતકોટડાથી બાઈક લઈ ચોટીલા પૂનમ ભરવા જઈ રહેલા ફરિયાદી મનીષ સુરેશભાઈ બીલવાલ ઉ.20 તેમજ ઉદેશભાઈ નામના યુવકને ચંદ્રપુર પુલ ઉતરતા જીજે - 36 - એએલ - 0595 નંબરના કાર ચાલકે હડફેટે લઈ ઠોકર મારતા ફરિયાદી તેમજ સાહેદને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.