સિદસર ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાના ભત્રીજા સહિત બે યુવકના મોતમોરબી : આજે વહેલી સવારે જૂનાગઢ નજીક થયેલા અકસ્માતમાં મૂળ મોરબીના અને હાલ રાજકોટ રહેતા બે યુવકોના મોત નિપજ્યા છે. બે યુવકોના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ નજીક આજે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં મોરબીના કેયુરભાઈ વાંસજાળીયા અને શિવમભાઈ બોડાનું અવસાન થયું છે.આજે વહેલી સવારે રાજકોટથી પાંચ યુવકો કાર મારફતે સોમનાથ દર્શનાર્થે જવા નીકળ્યા હતા. જેમાં જૂનાગઢ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ ખાતે રહેતા કેયુરભાઈ વશરામભાઈ વાંસજાળીયા ((HAWK CERAMIC GROUP) તેમજ શિવમભાઈ કાંતિભાઈ બોડાનું અવસાન થયું છે. મૃતક કેયુરભાઈ વાંસજાળીયા સિદસર ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાના ભત્રીજા થાય છે અને વશરામભાઈ વાંસજાળીયાના પુત્ર થાય છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત અન્ય ત્રણને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.