મોરબી : મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં ખોખરા રોડ ઉપર તળાવમાં ડૂબી જવાથી બે યુવાનના મૃત્યુ નિપજયા હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં ખોખરા રોડ નજીક આવેલ સ્પેરા સીરામીક નામના કારખાનામાં કામ કરતા સોનુભાઇ સુરેશભાઇ જાટવ ઉ.21તથા મોનુભાઇ ઉ.20 નામના યુવાન ગઈકાલે કારખાના નજીક આવેલા તળાવમા ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.