ફાયર બ્રિગેડે બન્નેની ડેડબોડી બહાર કાઢી પોલીસની હાજરીમાં તેના પરિવારને સોંપી દીધીમોરબી : મોરબીના લાલપર પાસે આવેલી કેનાલમાં ગઈકાલે બે વ્યક્તિ ડૂબી ગયાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફે દોડી જઈને શોધખોળ હાથ ધરી હતી. પણ કમનસીબે બન્ને વ્યક્તિના વારાફરતી મૃતદેહો જ હાથ લાગ્યા હતા. આ બન્ને વ્યક્તિના કેનાલમાં ડૂબી જતાં કરુણ મોત નિપજ્યા હતા.મોરબીના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે 4:30 કલાકે ફાયર કંટ્રોલ રૂમ પર કોલ આવેલો હતો કે, મોરબીના લાલપર ગામ પાસે ફેમસ સીરામીકની બાજુમાં બે વ્યક્તિ જે અગાઉની રાત્રિથી ગુમ હતા કેનાલ પાસે તેમના મોબાઈલ અને કપડાં મળી આવેલ હતા એના ઉપરથી કેનાલમાં ડૂબી ગયા હોવાના અંદાજો લગાવી ફાયર બ્રિગ્રેડે શોધખોળ હાથ ધરી હતી. પણ રેસ્ક્યુ ટીમેં રાત્રી સુધી શોધખોળ કરી હતી પરંતુ કોઈ મળ્યું ન હતું અને ટીમ પરત આવી ગયા બાદ આજે સવારે એક વ્યક્તિ કેનાલમાં દેખાય હોવાની જાણ થતાં તુરંત જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ કેનાલમાંથી એક વ્યક્તિને બહાર કાઢીને ફરી શોધખોળ કરતા બીજો વ્યક્તિ પણ ત્યાંથી મૃત હાલતમાં મળી આવતા આ બન્ને મૃતકો સુરજભાઈ ઉ.21 અને સાગરભાઈ ઉ.23 ૨૩ વર્ષ હોવાની ઓળખ મળી હતી. આ બંને વ્યક્તિને પોલીસ સ્ટાફની હાજરીમાં તેના પરિવારને સોંપી દીધા હતા.