જી.જે. શેઠ કોમર્સ કોલેજનો મિહિર ગોસાઈ પ્રથમ અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજનો વિસ્મય ત્રિવેદી દ્વિતીય ક્રમે વિજેતા થયામોરબી અપડેટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા પ્રતિવર્ષ યોજાતી ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રાજકોટની વિરાણી સાયન્સ કોલેજ ખાતે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાની વિવિધ કોલેજોના કોલેજ કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં મોરબીના પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો. જેમાં મોરબીની જી.જે. શેઠ કોમર્સ કોલેજના મિહિર કૈલાશગીરી ગોસાઈ પ્રથમ તથા જીએમઈઆરએસ મેડિકલ કોલેજના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. આ વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.હવે આ બંને યુવા ખેલાડીઓ આગામી સમયમાં યોજાનાર ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ બંને ખેલાડીઓ મોરબી મહાનગરપાલિકાની ઓપન મોરબી ટેબલટેનિસ ટુર્નામેન્ટ અને ખેલ મહાકુંભ વગેરે સ્પર્ધાઓમાં વિજેતા બની ચૂક્યા છે. તેઓની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ ટેબલ ટેનિસ ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો સહિત ચોમેરથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#MorbiUpdate #MorbiNews #TableTennis #SaurashtraUniversity #MorbiSports #Morbi