વાવડી ચોકડીએ નામચીન શખ્સની ટોળીએ બાઇકમાં તોડફોડ કર્યા બાદ યુવાનના માથા અને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું મોરબી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મુકવા મામલે મોરબીમાં નામચીન શખ્સ સહિતના આઠ શખ્સોએ મળી યુવાનનું અપહરણ કરી ઢોર માર મારી હાથપગ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સ નગરમાં રહેતા ફરિયાદી રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ઉવ ૧૮ એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટોરી મુકેલ હોય જે આરોપીઓને સારું નહીં લગતા (૧) સાગર નવઘણભાઇ ભરવાડ (ર) રાજેશભાઇ હિતેશભાઇ રબારી (૩) જીગર જીલુભાઇ ગોગરા (૪) ફૈજલ સંધી (૫) ડેનિશ કિશોરભાઇ મીસ્ત્રી (૬) રોહિત જીવણદાનસ બાવાજી (૭) ઇરફાન કરીમભાઇ પારેરી અને (૮) એક અજાણ્યા શખ્સે ગઈકાલે બોપરે વાવડી ચોકડી નજીક ફરિયાદી રૂદ્રરાજસિંહ અને સાહેદ અમિતને બેફામ ગાળાગાળી કરી માર માર્યો હતો. વધુમાં વાવડી ચોકડે તમામ આરોપીઓએ એકસંપ કરી માર મારવાની સાથે ફરિયાદી અને સાહેદને લાકડાના ધોકા તથા લોંખડના પાઇપ વતી મુંઢ માર મારી બાઇકમાં તોડફોડ કરી હતી અને બાદમાં બન્ને યુવાનોને જબજસ્તીથી મોટરસાયકલમાં બેસાડી અપહરણ કરી હુસેનભાઇના ડેલે લઇ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાલે લાફા તથા ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજાઓ પહોંચાડી માથામાં અને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યા હતા. દરમિયાન આ ચોંકાવનારી ઘટનામાં રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે નામચીન શખ્સ સહિત આઠેય ઈસમો વિરુદ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૬૫, ૫૦૪, ૫૦૬(ર), ૪૨૭, ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ જી.પી.એ. કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી તમામ શખ્સોને ઝડપી લેવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..