મોરબી : મોરબી ખાતે આવેલી મેગા સિટી વિટ્રીફાઈડ કંપનીએ સફળતાપૂર્વક બે વર્ષ પુરા કરી લીધા છે. ત્યારે કંપની દ્વારા આ બે વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મેગાસિટી વિટ્રીફાઈડના બે વર્ષ પૂરા થતા કંપનીના તમામ મજૂરો અને સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવા માટે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ડોક્ટરની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ડોક્ટરો દ્વારા જરૂરી દવાઓ આપવામાં આવી હતી અને બાદમાં સૌએ સાથે ભોજન કરીને ઉજવણી કરી હતી.