મોરબી : મોરબી શહેરના વીસીપરા તેમજ લખધીરપુર રોડ ઉપરથી પોલીસે બે અલગ અલગ કિસ્સામાં બે શખ્સોને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ કિસ્સામાં મોરબી તાલુકા પોલીસે લખધીરપુર રોડ ઉપર સોરીસો સિરામિક પાસેથી આરોપી અમિત લાભુભાઈ વરાણીયા રહે.ત્રાજપર વાળાને જાહેરમાં વરલીનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 420 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં રોહિદાસપરાના ખૂણેથી આરોપી હરેશ પુરણભાઈ થાવરાણી રહે.લાયન્સનગર વાળાને વરલી ફિચરના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ 5000ની કિંમતનો મોબાઈલ ફોન તેમજ 4550 રોકડા કબ્જે કરી આરોપી વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.