મોરબી : મોરબી એલસીબી ટીમે ભડિયાદ રોડ તેમજ રફાળેશ્વર ફાટક નજીક બે અલગ અલગ દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી લઈ રોકડ તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે વરલીના જુગાર પર બે સ્થળે કાર્યવાહી કરી હતી જેમાં પ્રથમ દરોડામાં ભડિયાદ રોડ પર 222 કારખાના પાસેથી આરોપી મકસુદ મુસાભાઈ ચૌહાણ ઉ.37 રહે.સો ઓરડી વાળાને રોકડા રૂપિયા 1250 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં રફાળેશ્વર રેલવે ફાટક પાસેથી આરોપી રોહિત જીતેશભાઇ કાંજીયા રહે.માધાપર વાળાને રોકડા રૂપિયા 1400 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ બન્ને વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.