મોરબી : મોરબી શહેર તેમજ માળીયા મિયાણામાના ખાખરેચી ગામે પોલીસે બે અલગ અલગ દરોડામાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી વોકળા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી હીરાલાલ મંગળદાસ ડાખોર રહે.વિદ્યુતનગર, ગરબી ચોક, મોરબી વાળાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 4000 સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ખાખરેચી ગામના જુના બસસ્ટેન્ડ નજીકથી આરોપી અવચર હમીરભાઈ ધામેચા રહે.ખાખરેચી વાળાને વરલીના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 370 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.