મોરબી : માળીયા મિયાણા પોલીસે માળીયા અને નવાગામમાં બે અલગ અલગ દરોડામાં બે વરલી ભક્તોને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ દરોડામાં માળીયા પોલીસે માળીયા ગામે તળાવની પાળ પાસેથી અલાદીનભાઈ જાકમભાઈ ભટ્ટીને જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમડાતા ઝડપી લઈ રૂપિયા 450ની રોકડ રકમ અને વરલી સાહિત્ય કબ્જે કર્યું હતું. જયારે બીજા દરોડામાં માળીયા તાલુકાના નવાગામ ખાતેથી આરોપી રફીકભાઈ હાજીભાઈ જામને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 250 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.