રોકડા રૂપિયા 20,620 કબ્જે કરી બુકીની શોધખોળ મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વાવડી રોડ ઉપર બે અલગ અલગ દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે વરલી ભક્તને ઝડપી લઈ બન્ને પાસેથી કપાત લેનાર બુકીનું નામ ખોલાવી બુકીને ફરાર દર્શાવી ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વાવડી રોડ ઉપર બાપાસીતારામ મઢુંલી નજીકથી નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયાને જાહેરમા વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,500 કબ્જે કર્યા હતા. જ્યારે ગાયત્રીનગર સોસાયટીના નાકા પાસેથી પ્રતીક મહાદેવભાઈ પરમારને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,120 કબ્જે કર્યા હતા. વધુમાં બે અલગ અલગ દરોડામાં ઝડપાયેલા બન્ને શખ્સો વરલી મટકાના આંકડાની કપાત કિરીટભાઈ મનજીભાઈ દેત્રોજા પાસે કરાવતા હોવાની કબૂલાત આપતા પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓની અટકાયત કરી બુકી કિરીટને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.