મોરબી : મોરબીના એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતી બે મહિલા પોલીસ કર્મીઓને ગઈકાલ સાંજના સમયે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની પ્રાપ્ત થતી વિગત મુજ્બ મોરબીના એ.ડીવી.માં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મી રીટાબા ઝાલા અને શોભનાબેન મેર ગઈકાલ સાંજના સમયે નીચેના પુલ પરથી સામાંકાઠાથી આવી રહ્યા હતા ત્યારે બાઈક સાથે અકસ્માત થતા તેમને ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ બાઈક ચાલક નાસી ગયો હતો. જ્યારે બન્ને મહિલા પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે અગે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરી બનાવની વધુ તપાસ આઈ.ટી.જામ ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne