અમરસર ફાટક નજીકથી પોલીસે બન્ને મહિલાને ઝડપી લીધીવાંકાનેર : વાંકાનેર શહેરના અમરસર ફાટક નજીકથી વાંકાનેર સીટી પોલીસે કાપડના થેલામાં વિદેશી દારૂ અને બિયરની હેરફેર કરતા જામનગરના વૃધ્ધા અને મહિલાને 27,540ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરસર ફાટક નજીકથી શંકાસ્પદ રીતે કાપડના થેલા લઈને પસાર થઈ રહેલા આરોપી જેનબબેન ઇસ્માઇલભાઈ સીધી ઉ.60 અને આરોપી શહેનાઝબેન અલરખાભાઈ ગજિયા ઉ.35 રહે.ગરીબનગર, ઢીંચડા રોડ, જામનગર વાળાઓને વિદેશી દારૂની 4 બોટલ તેમજ બિયરના 107 ટીન કિંમત રૂપિયા 27,540 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.