મોરબી : મોરબીના જાંબુડિયા નજીક ટ્રક કન્ટેનર નંબર- GJ-12-BX-4200ના ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા બાઈક પાછળ બેઠેલા સવિતાબેનને કમરના ભાગે તથા બન્ને ગોળાના ભાગે ફ્રેક્ચર તથા પુજાબેનને ડાબા હાથમા ઇજા પહોંચાડી બાઈક ચાલક મહેશભાઇ સેકુભાઇ પરમારને પણ ઇજા પહોંચતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.