મોરબી : જિલ્લામાં ચાલી રહેલી પોલીસની ટ્રાફિક ડ્રાઈવ દરમ્યાન અલગ અલગ તાલુકાઓમાંથી વિવિધ કલમો હેઠળ ઓટો રીક્ષાઓ, હેવી ટ્રક સહિતના માલવાહક વાહનો, પેસેન્જર ફોરવ્હિલ સહિત બાઇકો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉક્ત તમામ ચાલકો સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગર દરવાજા ચોક પાસે ભયજનક રીતે વાહન ચલાવવા બદલ ચાર રીક્ષા ચાલક સામે, તથા સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે મારુતિ સ્વીફ્ટ કાર બેફિકરાઈ રીતે ચલાવતા તેના ચાલક સામે વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધીને ઉપરોક્ત વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રિક્ષા પાર્ક કરતા તેના ચાલક સામે તથા કુબેર ટોકીઝ પાસેથી બેફિકરાઈ ભરી રીતે ઓટો રિક્ષા ચલાવતા ચાલક સામે ગુનો નોંધી ઉપરોક્ત વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી- વાંકાનેર હાઇવે રોડ, રફાળેશ્વર બસ સ્ટેન્ડ સામે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રીક્ષા ઉભી રાખવા બાબત રીક્ષા ચાલક સામે, તથા રફાળેશ્વર રોડ ખોડીયાર મંદિર પાસે બેફિકરાઈ ભરી રીતે છોટાહાથી વાહન ચલાવવા બાબતે તેના ચાલક સામે તથા લાલપુર ગામના બસ સ્ટેન્ડ પાસે રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે મેટાડોર ચલાવવા બાબતે તેના ચાલક સામે તથા ટાટા કંપનીનો ટ્રક બેફિકરાઈ ભરીરીતે ડ્રાઇવિંગ કરવા બાબત ipc કલમ 279, તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 117, 184, 119 મુજબ ધોરણસરની કાર્યવાહી કરી ઉક્ત વાહનો કબજે કરવામાં આવ્યા હતા. જ્યારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર સર્કલ પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઓટોરિક્ષા વાહન ઉભુ રાખવા બાબતે ચાલક સામે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભેરડા ગામના પાટિયા પાસે સીએનજી ઓટો રિક્ષામાં બેથી વધુ પેસેન્જર બેસાડીએ નીકળતા ચાલક સામે, તથા ઢૂંવા ચોકડી પાસે પુરપાટ ઝડપે ઓટો રિક્ષા ચલાવતા 5 ચાલક સામે, તથા બેફિકરાઈ ભરી રીતે મારુતિ ઇકો કાર ચલાવતા ચાલક સામે, તથા મહેન્દ્ર બોલેરો ગાડી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરવા બાબત તેના ચાલક સામે, તથા સીએનજી રીક્ષા પ્રતિબંધિત સ્થળે પાર્કિંગ કરવા બાબતે તેના ચાલક સામે, તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રિક્ષા પાર્ક કરવા બાબત રીક્ષા ચાલક સામે તથા રોંગ સાઈડમાં બાઈક ચલાવવા બદલ બાઈક સવાર સામે ipc કલમ 279, તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184, 119 મુજબ ગુનો દાખલ કરી ઉક્ત વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate