મોરબી : મોરબી તાલુકા પોલીસ અને એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે વિદેશી દારૂની એક-એક બોટલ સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા અને બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે લખધીરપુર ગામની સીમમાં એન્ટીક સીરામીક પાસે ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક વિદેશીદારૂની બોટલ નંગ-૦૧ કિં.રૂ.૩૭૫ ના મુદ્દામાલ સાથે આરોપી ફિરોજભાઇ ગુલાબભાઇ કુરેશી (ઉ.વ.૪૩, ધંધો-મજુરી, રહે.સો-ઓરડી, વરીયાનગર, શેરીનં.૦૪ મોરબી-૦૨) ને ઝડપી લીધો હતો. જ્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે મોરબીના લાતીપ્લોટ શેરીનં.૨ પાસે ભારતીય બનાવટની મેકડોલ્સનં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓનલી ની ૭૫૦ એમ.એલ ની કંપની શીલ બંધ બોટલ નંગ.૧ કિ.રૂ.૩૦૦ નો મુદામાલ સાથે આરોપી જુનેદભાઇ તૈયબભાઇ ચાનીયા (ઉ.વ.૨૫ રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલ પાસે) ને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..