મોરબી : મોરબી તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં દરોડો પાડી બાવળની કાટમા છુપાવેલ વિદેશી દારૂની બોટલ, વિદેશી દારૂના પાઉચ અને બીયરના ડબલા સહીત રૂપિયા 39,600ના મુદામાલ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે લાલપર ગામની સીમમાં શૈલેષ કાંટા પાછળ બાવળની કાટમા વિદેશી દારૂ-બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી જગદીશ સાધાભાઇ સવસેટા અને મોહિતસિંહ અશોકસિંહ જાડેજા, રહે.સીરામીક સીટી લાલપર વાળાના કબ્જામાથી અલગ -અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 25,200, કિંગફિશર બિયર ટીન નંગ 48 કિંમત રૂપિયા 4800 અને રોયલ ક્લાસિક વ્હીસકીના પાઉચ નંગ -96 કિંમત રૂપિયા 9600 મળી કુલ રૂપિયા 39,600 નો મુદામાલ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ સફળ કામગીરી મોરબી તાલુકા પીઆઇ કે.એ.વાળા, એએસઆઇ સુરેશભાઈ ઠોરીયા, જયદેવસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ વસીયાણી, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ્ટેબલ ફતેસંગ પરમાર, અરવિંદભાઈ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, રમેશભાઈ મુંધવા, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, દેવશીભાઇ મોરી તથા દીપસંગભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે કરી હતી.