મોરબી : મોરબીમાં પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં વ્હીસ્કીની બોટલો સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. ગઈકાલે તા. 16ના રોજ મોરબી-શનાળા રોડ પર ત્રણ માળીયા કવાર્ટરમાં અનિરૂધ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમારના રહેણાંક મકાનમાં આરોપીઓ અનિરૂધ્ધસિંહ અને પંકજભાઇ હસમુખભાઇ કારીયાએ સાથે મળી આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની કુલ 27 બોટલો (કિ.રૂ. 8100)નો મુદામાલ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસે રહેણાંક મકાન પર રેઇડ પાડી વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. તેમજ બંને આરોપીઓની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.