માળીયા (મી.) : ગઈકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરે તે પહેલા જ પોલીસે દારૂ સાથે અમુક શખ્સોને પકડી પાડ્યા છે. ત્યારે માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરામાં બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા છે. મોટા દહીંસરામાં રમેશભાઇ રાઠોડના ડેલા પાસેથી સુનીલભાઇ લાભુભાઇ કોરડીયાને વ્હીસ્કીની એક બોટલ (કી.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ વિવેકાનંદનગરના નાકા પાસેથી જીતુભા જીવુભા જાડેજાને પણ વ્હીસ્કીની એક બોટલ (કી.રૂ. 300) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.