મોરબી : હાલ 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે. તેની ઉજવણી માટે વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ છે. ત્યારે ગઈકાલે તા. 28ના રોજ મોરબીમાં બે સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સો ઝડપાયા છે. મોરબીમાં ઉમા ટાઉનશીપના ગેઇટ પાસેથી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 20, રહે. ઉમા ટાઉનશીપ મેઇન રોડ, અનંતનગર શેરી નં-2, તા.જી. મોરબી)ને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની જુદી-જુદી બ્રાન્ડની 6 બોટલો (કિ.રૂ. 2540) સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપી દિવ્યરાજસિંહએ બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતી. પોલીસે આરોપી દિવ્યરાજસિંહ સામે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. આ ઉપરાંત, મોરબીના લાતી પ્લોટમાં મુનનગર ચોક નજીકથી વિમલભાઇ શીવાભાઇ સવસાણીની પાસ પરમીટ વગર વ્હીસ્કીની 1 બોટલ (કી.રૂ. 300) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિમલ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.