ગેસ્ટ હાઉસ રોડ અને શનાળામા સીટી એ ડિવિઝન પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ અંગેની બે અલગ અલગ કાર્યવાહીમાં ગેસ્ટહાઉસ રોડ તેમજ શનાળા ખાતેથી બે શખ્સને વિદેશી દારૂના 3 ચપલા તેમજ પાંચ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.વિદેશી દારૂના પ્રથમ કેસમાં એ ડિવિઝન પોલીસે શનાળા નવા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી આરોપી ધર્મેશ અનિલભાઈ મુંજારીયા નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપીયા 3695 તેમજ એક આઈફોન મોબાઈલ કિંમત રૂપિયા 25 હજાર મળી કુલ રૂ.28,695ના મુદ્દામાલ સાથે ઝડપી લેતા દારૂનો આ જથ્થો આરોપી વિકી આહીર રહે.શનાળા વાળા પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપતા વિકીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે ગેસ્ટ હાઉસ રોડ ઉપર પોસ્ટ ઓફીસ પાસેથી આરોપી વિજય રમેશભાઈ શુક્લા રહે.રણછોડનગર, શાંતિવન સ્કૂલ પાછળ, મોરબી વાળાને વિદેશી દારૂના ત્રણ ચપલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.