મોરબી : શ્રાવણ માસ પૂર્ણ થતાં દારૂ જુગારમાં ટાઢોળુ આવ્યું હોય તેમ જિલ્લામાં જુગાર રમતા એક પણ જુગારી પોલીસની ઝપટે ચડ્યો નથી. પરંતુ મોરબીના ખાનપર અને વાંકાનેર સરતાનપર નજીક દારૂની બાટલી સાથે નીકળેલા બે ઈસમો પોલીસની ઝપટે ચડી ગયા છે. મોરબી તાલુકા પોલીસે ખાનપર ગામે નદીના પુલ નજીકથી અશ્વિનભાઇ છગનભાઇ જાકાસણીયા (ઉ.વ.૩૦, રહે. ખાનપર, મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની શીલપેક વિદેશીદારૂની બોટલ નંગ-૦૧ કિં.રૂ.૩૭૫ સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો. એ જ રીતે વાંકાનેર તાલુકા પોલીસે વરડૂસર ગામના વિશાલભાઇ ગોરધનભાઇ કુનતીયા, ઉ.વ-૨૨ને સરતાનપર રોડ સંસ્કાર સીરામીક સીટી ચોકડી પાસેથી પેન્ટના નેફામા છુપાવેલ મેકડોલ નંગર-૧ સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ બોટલ નંગ-૧ કી.રૂ. ૩૭૫ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..