મોરબી : મોરબી અને વાંકાનેર શહેરમાંથી પોલીસે વિદેશી દારૂની એક એક બોટલ સાથે બે યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી સીટી એ ડિવીઝન પોલીસે રવાપર ધુનડા રોડ ન્યુએરા સ્કુલ પાસેથી પરસોતમ ચોકમાં રહેતા અજયભાઇ રાણાભાઇ વિરડાને ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની બોટલ નંગ 1 કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લીધેલ હતો. જ્યારે વાંકાનેર સીટી પોલીસે મોરબી-વાંકાનેર નેશનલ હાઈ-વે,જીનપરા જકાતનાકા નજીકથી લક્ષ્મીપરામાં રહેતા ઇનાયતભાઇ અયુબભાઇ પીપરવાડીયાને ઓલ્ડ મોન્ક ત્રિપલ એક્સ રમની બોટલ કિંમત રૂપિયા 350 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.