બુટલેગરના ઘરેથી થેલો ભરીને દારૂ લઈને નિકળા અને પોલીસના હાથે ઝલાઈ ગયા : એકનું નામ ખુલ્યું મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી બી ડિવિઝન પોલીસે 28 બોટલ દારૂનો થેલો ભરીને નીકળેલા બે શખ્સોને દબોચી લઈ દારૂ વેચનાર બુટલેગરનું નામ ખોલવવામાં સફળતા મેળવી હતી. જાણવા મળતી વિગતો મુજબ બી ડિવિઝન પોલીસે ગઈકાલે ત્રાજપર ચોકડી પાસે ખારાપટ જતા રસ્તેથી જયદિપભાઇ દિનેશભાઇ ડાભી, રહે.ભડીયાદ રામાપીરના મંદિર પાસે અને ગોપાલભાઇ વિનોદભાઇ પરમાર, રહે.મોરબી શનાળા રોડ શુભ હોટલ પાછળ અંકુર સોસાયટી વાળાઓને 28 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 13,400 સાથે ઝડપી લીધા હતા. વધુમાં બન્નેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો મોરબીના શનાળા રોડ, નવયુગ સ્કુલ પાછળ વિઠ્ઠલનગરમાં રહેતા અનીલભાઇ ઉર્ફે જય જાદવ પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે બુટલેગર અનિલ ઉર્ફે જય જાદવને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.