મોરબી : મોરબી તાલુકાના લાલપર નજીકથી તાલુકા પોલીસે ટીમે જીજે - 36 - યુ - 6009 નંબરની સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની હેરફેર કરી રહેલા આરોપી ગોપાલ ધીરુભાઈ અદગામા અને કરણ ગોરધન સનુરા નામના શખ્સને ઝડપી લઈ વિદેશી દારૂની 14 બોટલ કિંમત રૂપીયા 7280, બે મોબાઈલ તેમજ રીક્ષા સહિત કુલ 72280નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.