ટંકારા : ટંકારા તાલુકામાં પોલીસ દ્વારા એક્ટિવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. ગઈકાલે તા. 4ના રોજ જીવાપરથી વાલાસણ તરફ જવાના કાચા રસ્તે કંટારાવાળા મેલડી માતાજીના મંદિર તરફ જવાના રસ્તે પવનચક્કી પાસેથી પરેશભાઇ વસરામભાઇ દેગામા (ઉ.વ. 23) અને રવીભાઇ વિનોદભાઇ મકવાણા (ઉ.વ. 22)ને એક્ટિવામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની શીલબંધ 3 બોટલો (કિ.રૂ. 1125) ગે.કા પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે હેરફેર કરતા મળી આવ્યા છે. પોલીસે વિદેશી દારૂ અને મો.સા. સહીત કુલ રૂ. 11,125નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ બંને આરોપીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..