મોરબી તાલુકા પોલીસે કાર, ટ્રક સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : પેટ્રોલ - ડીઝલના ભાવ વધતા ઠેર - ઠેર બાયોડિઝલના નામે જ્વલનશીલ પદાર્થ વેચવાના ગોરખધંધા ચાલી રહ્યા છે ત્યારે મોરબી તાલુકા પોલીસે ટીમ્બડી પાટિયા નજીકથી આવો જ કાળો કારોબાર કરતા બે શખ્સોને દબોચી લઈ કાર, ટ્રક, શંકાસ્પદ કેમિકલ સહિત 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ટીમ્બડી પાટિયા નજીક દરોડો પાડી અશ્વિનભાઇ પ્રભુભાઇ ગામી, ઉ.વ.૩૪, રહે. મોરબી-૦૧, ઉમા રેસીડેન્શી, મકાન નં.૦૩, પંચાસર રોડ,તા.જી.મોરબી તેમજ વિજયકુમાર દેવજીભાઇ રાઠોડ, ઉ.વ.૨૧, રહે. વવાણીયા, તા.માળીયા, જી.મોરબી વાળાને બાયોડિઝલ જેવા પીળા કલરના શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ સાથે ઝડપી લીધા હતા. વધુમાં પોલીસે માણસોની જિંદગી જોખમાય તેવુ બેદરકારીભર્યુ કૃત્ય કરનારા બન્ને આરોપીઓના કબ્જામાંથી મહિન્દ્રા કંપનીની KUV 100 કાર રજી.નં. GJ-36-B-4610 કિં.રૂ.3 લાખ, અશોક લેલન કંપનીનુ ટ્રેઇલર રજી.નં. GJ-36-T-4036 કિં.રૂ.10 લાખ તેમજ 30 લીટરની ક્ષમતાવાળા કેરબા નંગ-6 માં રહેલ બાયોડીઝલ જેવુ પીળા કલરનું પેટ્રોલીયમ જવલનશીલ પદાર્થ આશરે 180 લીટર કિં.રૂ.13,500 મળી કુલ કિં.રૂ. 13,13,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાયોડિઝલના નામે ગોરખધંધા કરનારા બન્ને શખ્સો વિરુદ્ધ પોલીસે આઈપીસી કલમ- 278, 284, 285 અને 114 મુજબ એકબીજા સાથે મેળાપીપણુ કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ જેવુ પીળા કલરનું પેટ્રોલીયમ વાસવાળુ જવલનશીલ પ્રવાહી વાહનમાં ઇંધણ તરીકે ભરી હવા પ્રદુષિત કરવા મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..