મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા અકરમ હસનભાઈ સોલંકી અને સુભાષભાઈ પ્રભુદાસભાઈ મીરાણી નામના શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 1150 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.