મોરબી : મોરબી અને વાંકાનેરમાં પોલીસે ગઈકાલે ઈંગ્લિશ દારૂની બોટલોની હેરફરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા.તેમજ અન્ય બે શખ્સો સામે ઈંગ્લિશ દારૂની બોટલોનો વેચાણ કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર પોલીસ સ્ટાફે ગઈકાલે રાજાવડલા રોડ રેલ્વેના નાલા પાસે ઈંગ્લિશ દારૂની બોટલ નંગ ૨ કિં.રૂ.૬૦૦ નો વેચાણ કરવાના ઇરાદે નીકળેલા આરોપી નરેશભાઇ કાનાભાઇ લામકાને ઝડપી.લીધો હતો.તેમજ મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે મોરબી રવાપર ધુનડા રોડ અમર સોડા સામે રોડ ઉપર શનાળા પાસે કેફી પ્રવાહી દેશીદારૂ ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓ નંગ ૧૬ દેશી દારૂ કિ.રૂ-૬૦ તથા એક ઈંગ્લિશ દારૂની બોટલ લઈને GJ-36-M-1219 નંબરના એકટીવા પર નીકળેલા આરોપી જયેશભાઇ કાંતિલાલ સોલંકીને કુલ મુદામાલ રૂ.૩૦૩૬૦ સાથે ઝડપી.લીધો હતો.આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસ સ્ટાફે મોરબી તાલુકાના આમરણ ગામે પાણીની ટાંકી પાસે વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૧ કિ.રૂ.૩૦૦ ની વેંચાણ કરવાના મળી આવતા બે આરોપીઓ નિકુજ ઉર્ફે લાલો જીવણભાઇ પંડયા અને રાજ ઉર્ફે ભયલુ નાગજીભાઇ ડાંગર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate