તાલુકા પોલીસે બાઈક સહિત 26,200નો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે પાવડીયારી નજીકથી બાઈક ઉપર વિદેશી દારૂની હેરફેર કરતા બે ઇસમોને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લઈ રૂપિયા 26,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પાવડીયારી કેનાલ નજીકથી બાઈક ઉપર શંકાસ્પદ હાલતમાં નીકળેલા કેશુભાઈ છનાભાઈ ખીમસુરીયા, રહે. બાસ્કો સેનેટરીવેર રવાપર (નદી) તા-જી મોરબી, મુળગામ જાનીવડલા તા-ચોટીલા જી. સુરેન્દ્રનગર અને અલ્પેશભાઈ નાનજીભાઈ ચાવડા, રહે.રહે. બાસ્કો સેનેટરીવેર રવાપર (નદી) તા-જી મોરબી મુળગામ. પીપરાળી તા-ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળાને અટકાવી તલાસી લેતા નંબર પ્લેટ વગરના બાઇકમાં બન્ને ઈસમો પાસેથી વિદેશી દારૂ આઈસ મેજીક ગ્રીન એપલની 4 બોટલ કિંમત રૂપિયા 1200 મળી આવી હતી. આ મામલે પોલીસે રૂપિયા 25 હજારની કિંમતનું બાઈક અને રૂપિયા 1200ની કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 26,200ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.