દારૂ મંગાવનાર શખ્સનું નામ ખુલ્યું, વિદેશી દારૂ, ટેમ્પો મળીને કુલ રૂ.3.88 લાખનો મુદામાલ કબ્જે મોરબી : મોરબીમાં દિવાળીના તહેવારો નિમિતે દારૂની રેલમછેલ કરવાની બુટલેગરોની મેલી મુરાદ ઉપર પોલીસે પાણી ફેરવી દીધું છે. જેમા બી ડિવિઝન પોલીસની ટીમે આજે બાતમીના આધારે રૂ.1.38 લાખના વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે બે આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે દારૂ મંગાવનાર એક શખ્સનું નામ ખુલ્યું છે. હાલ પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો મળીને કુલ રૂ.3.88 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં દિવાળીના તહેવારો નિમિતે ઉજવણીની આડમાં પ્યાસીઓની ડિમાન્ડ પુરી કરવા બુટલેગરો સક્રિય થયા હોય તહેવારોમાં દારૂબંધીનો કડક અમલ કરવાના આદેશને પગલે મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ ગતરાત્રે આ દિશામાં કાર્યવાહી કરવા પેટ્રોલીંગમાં હતી. ત્યારે મોરબી સીટી બી ડિવિઝનના પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન સ્ટાફના ઇકબાલભાઈ સુમરા અને કેતનભાઈ અજાણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફે નવલખી રોડ ઉપર સેન્ટમેરી સ્ફુલ સામેના ભારે વિદેશી દારૂ ભરેલા જી.જે.એક્સ 7165 નંબરના ટેમ્પોને પકડી પડ્યો હતો. આ ટેમ્પાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 370 બોટલો મળી આવી હતી. પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો નંગ 370 કી.રૂ.1.38, 750 તેમજ ટેમ્પો કિંમત રૂ.2.50 લાખ મળી કુલ રૂ.3,88,750ના મુદામાલ સાથે બે આરોપીઓ જીજ્ઞેશભાઈ હરેશભાઇ પરમાર (ઉ.વ.29, રહે વીસીપરા, મહાકાળી ઓઇલ મિલની બાજુમાં, મસ્જિદ પાસે, સ્મશાન રોડ, મોરબી) તેમજ જલ્પેશભાઈ વિનોદભાઈ ખાખી (ઉ.વ.32, રહે લક્ષ્મીનારાયણ સોસાયટી, નવલખી રોડ, મોરબી) ને ઝડપી લીધા હતા જ્યારે આ મંગાવનાર દારૂ રવિ જીતેન્દ્રભાઈ પાલા (રહે રણછોડનગર-મોરબી) નું નામ ખુલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..