મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં અંબાણી કારખાના પાસે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી સુનિલભાઇ રાજેશભાઇ ચાવડા, રહે. વીશીપરા રેલ્વે ફાટક પાસે, મોરબી અને રણછોડભાઇ કેશુભાઇ ઓગણીયા, રહે.વીશીપરા વેલનાથ પાન પાસે, મોરબી વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.